Box Office: આ 10 ફિલ્મોએ ભારતીય સિનેમાઘરોમાં કરી છે સૌથી વધારે કમાણી
આ યાદીમાં શાહરુખ ખાનની એક જ ફિલ્મ છે અને તે પણ છેલ્લા ક્રમ પર. વર્ષ 2013માં રિલીઝ થયેલ ચેન્નઈ એક્સપ્રેસએ ઘરેલુ બોક્સ ઓફિસ પર 226.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2014માં મોટા પડદે રિલીઝ થયેલ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકએ ઘરેલુ બોક્સ ઓફિસ પર 233 કરોડ રૂપિયાનો કારોબરા કર્યો હતો. આ ફિલ્મ યાદીમાં 9માં ક્રમ પર છે.
વર્ષ, 2013માં જ રિલીઝ થયેલ ઋતિક રોશનની ફિલ્મ ક્રિશ-3એ ભારતીય સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 240.50 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.
વર્ષ 2013માં રિલીઝ થયેલ આમિર ખાનની ફિલ્મ ધૂમ-3 આ યાદીમાં સાતમાં ક્રમ પર છે. ધુમ-3એ ભારતમાં 280.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.
વિતેલા વર્ષે રિલીઝ થયેલ સલમાન ખાનની સુલતાને 300.45 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. સલમાન ખાનની આ જ ફિલ્મ ભારતમાં કમાણીના મામલે છઠ્ઠા ક્રમ પર છે.
સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ યાદીમાં ફિલ્મ પાંચમાં ક્રમ પર છે. બજરંગી ભાઈજને ભારતીય બોક્સ ઓફિસ પર 320.34 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે.
આ યાદીમાં ચોથા ક્રમ પર આમિર ખાનની જ ફિલ્મ છે. આમિરની વર્ષ 2014માં રિલીઝ થયેલ ફિલ્મ પીકેએ 339.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ત્રીજા ક્રમ પર આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલ છે. આમિરની આ ફિલ્મે ભારતમાં 388 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
બીજા નંબર પર આ ફિલ્મનો પ્રથમ ભાગ બાહુબલી 1 છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં કુલ મળીને 420 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બાહુબલી 2 ભારતીય સિનેમામાં અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પોતાના પ્રથમ સપ્તાહમાં ભારતીય બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં કુલ મળીને 534 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. આ પહેલા આટલી કમાણી કોઈ ફિલ્મે કરી ન હતી.
એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2એ ભારતમાં રિલીઝ થયેલ તમામ ફિલ્મોની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તમને જણાવીએ કે, આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ કમાણીના મામલે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તમામ રેકોર્ડ તોડી રહી છે. અમે તમને એવી 10 ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ જે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -