ફ્રાન્સમાં સૌથી 'યુવા' રાષ્ટ્રપતિ બન્યા ઇમેન્યુઅલ મેક્રોન
ફ્રાન્સની ચૂંટણીના પરિણામની સમગ્ર યુરોપ અને વિશ્વમાં જોવા મળશે. ખાસ કરીને બ્રસેલ્સ અને બર્લિનમાં જોવા મળશે. કારણ કે મેક્રોનના હરીફ ઉમેદવાર લી પેન યુરોપીયન યુનિયન વિરોધી અને વૈશ્વિકરણ વિરોધી વિચારધારા ધરાવતા હતા, જે ચૂંટાયા હોત તો યુરોપિયન યુનિયન તૂટી પડવાની સંભાવના વધી ગઈ હોત. પરંતુ હવે તે શક્યતા રહી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર એવા મેક્રોને ચૂંટણીમાં પોતાને મધ્યમ માર્ગીય તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. મતલબ કે ડાબેરી કે જમણેરી કોઈ તરફ તેમણે ઝુકાવ દર્શાવ્યો ન હતો. મેક્રોન ત્રણ વર્ષ પહેલાં જનતા માટે અજાણ્યા હતા, પરંતુ હવે તેઓ યુરોપના સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. જોકે બીજી તરફ લી પેનના મતની ટકાવારી ઐતિહાસિક સ્તર પર રહી હતી.
મેક્રોન ફ્રાન્સના સૌથી યુવાન રાષ્ટ્રપ્રમુખ બનશે. ચૂંટાયા તે સાથે જ મેક્રોને વચન આપ્યું હતું કે ચૂંટણી દરમિયાન જે પ્રચાર કરીને અર્થતંત્રને નુકસાન કરાયું છે તેની ભરપાઈ હવે થશે. આ સાથે જ ફ્રાન્સ હવે યુરોપિયન યુનિયનમાં જ રહેશે.
પેરિસઃ ફ્રાન્સમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી થઈ ગઈ છે. 39 વર્ષીય ઈમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઇમેન્યુઅલે નેશનલ ફ્રન્ટના 48 વર્ષીય મેરિન લી પેનને પરાજય આપ્યો છે. મેક્રોનને ૬૫.૫થી ૬૬.૧ ટકા મત મળ્યા હોવાનો અંદાજ છે. જ્યારે લી પેનને ૩૩.૯ ટકાથી ૩૪.૫ ટકા વચ્ચે મત મળ્યા હોવાનું મનાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -