કાન્સ ફેસ્ટિવલમાં ત્રીજા દિવસે ત્રણ અલગ અલગ ડ્રેસમાં જોવા મળી ઐશ્વર્યા રાય, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે કાન્સમાં પહોંચી છે. એશ કાન્સના ફર્સ્ટ લુકમાં Yanina Coutureનું ગ્રીન શીર મેક્સી ડ્રેસમાં પ્લગિંગ નેકલાઈન સાથે જોવા મળી છે.
ઐશ્વર્યા પ્રથમવાર 2002માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસના સ્ક્રીનિંગ માટે કાન્સ ફેસ્ટિવલમાં સામેલ થઇ હતી. ત્યારબાદ તે સતત ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા રાય 15 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે. કાન્સના ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય ત્રણ અલગ અલગ ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તેણે ગ્રીન, ક્રીમ અને ગ્રે રંગના ગાઉન પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે 70મા કાન્સ ફેસ્ટિવલની શરૂઆત બુધવારે થઇ હતી. ઐશ્વર્યના લૂક પર અભિષેકે ટ્વિટ કરી બ્યૂટિફૂલ લેડી કહ્યું હતું.
કાન્સના બીજા દિવસે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બ્રેડન મેક્સવેલના ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી. તે અહીં રશિયન ફિલ્મ 'Nelyubov' (English title, Loveless)ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -