‘બાબુમોશાય બંદુકબાજ’માં સેન્સર બોર્ડે 48 સીન પર મારી કાતર, જાણો અભિનેતા નવાજુદીન સિદ્દિકીએ શું કહ્યું...
નવી દિલ્લી: બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખાનની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ બાદ હવે સેંસર બોર્ડે નવાજુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘બાબુમશાય બંદૂકબાજ’ પર પણ કાતર ફેરવી છે. સેંસર બોર્ડે આ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ માટે 48 સીન પર કટ મારવા કહ્યું છે. સેંસર બોર્ડના આ નિર્ણય પર ફિલ્મ નિર્માતા કુશાલ નંદી અને નવાજુદ્દીન સિદ્દીકીએ નારાજગી વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ નિર્માતાએ સેંસર બોર્ડના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ‘સેંસર બોર્ડે પહેલા જ અમને એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું. જો કે, સેંસર બોર્ડે 48 કટ મારવા જ હતા તો અમને એડલ્ડ સર્ટિફિકેટ આપ્યું જ કેમ?
કુશાલ નંદીએ સેંસર બોર્ડ પર સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ નથી આપવું તો તેમાં 48 કટ મારવાની શું જરૂર. જ્યારે સિદ્દકીએ કહ્યું કે, 48 કટ બાદ તો ફિલ્મમાં કંઇ બચતું જ નથી. આવી રીતે તો ફિલ્મ જ પૂરી થઇ જશે. અમે તો ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ મળવાની આશા કરતા હતા. પરંતુ સેંસર બોર્ડને તો 48 કટ્સ મારી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -