આવું હશે BIGG BOSS 11નું ઘર? જુઓ Pics
આ પહેલા બિગ બોસના ઓફિશિયલ ટ્વિટર પેજ પર બે કંટેસ્ટેંટની ઝલક દેખાડવામાં આવી છે. તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે પેજ પર દેખાડવામાં આવેલા ફોટોમાં જાણિતી ટર્કિશ મોડલ હલીમા મતલૂબની છે. જ્યારે બીજો ફોટો યુટ્યુબ પર ધૂમ મચાવનારા અને કોમેડી સ્ટાર હર્ષ બેનીવાલની હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વિટર પર લીક થયેલા એક ફોટોને ‘બિગ બોસ 11’ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ફોટો ટ્વિટર ફેન પેજ પર અપલોડ કરવામાં આવી છે. આ પહેલા જ કહેવામાં આવ્યું છે કે ઘરને બે ભાગમાં વહેંચવામાં આવશે. ઘરના એક ભાગમાં સેલિબ્રિટી અને બીજા ભાગમાં સામાન્ય લોકો રહેશે.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મેકર્સે શોના ફોર્મેટમાં થોડો ફેરફાર કરાતં કન્ટેસ્ટન્ટ માટે બે ઘર બનાવ્યા છે. સોશિયલ મીડિયા પર કન્ટેસન્ટ માટે બનાવવામાં આવેલ ઘરની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે આ તસવીરમાં સત્ય કેટલું છે.
મુંબઈઃ કલર્સ પર સલમાન ખાનના કોન્ટ્રોવર્સી અને એન્ટરટેનમેન્ટથી ભરેલ શો બિગ બોસ 11 થોડા જ સમયમાં શરૂ થશે. બિગ બોસના ફેન્સ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ અનુસાર આ વખતે શોને વધુ રસપ્રદ બનાવવા માટે અનેક સીક્રેટ ટાસ્ક હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -