21 વર્ષે બંધ થઈ રહ્યો છે જાણીતો શો CID, જાણો શું છે કારણ
દર્શક સીઆઈડી બંધ થવા પર દુખી છે અને ટ્વીટ કરી શોના મેકર્સને તેને બંધ ન કરવાની અપીલ કરી રહ્યા છે. જેવા જ શો ઓફ એર થવાના અહેવાલ આવ્યા કે તરત જ ટ્વિટર પર #SaveCID શરૂ થઈ ગયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશો બંધ થવાની પુષ્ટિ દયાની ભૂમિકા ભજવનાર દયાનંદ શેટ્ટી કરી છે. તેણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા જ શૂટિંગ દરમિયાન પ્રોડ્યૂસર બીપી સિંહનો ફોન આવ્યો હતો કે શો બંધ થવાનો છે. ત્યાર બાદ સોની સમગ્ર ટીમ ચોંકી ગઈ હતી. જોકે જેટલી પરેશાન ટીમ છે એટલા જ પરેશાન સીઆઈડીના દર્શક પણ છે.
CID 1997થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. શો બંધ કરવા પાછળ કોઈ ખાસ કારણ જણાયું નથી કારણ કે ટીઆરપીની મામલે આજે પણ આ શો પાછળ નથી. શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એસીપી પ્રદ્યુમનની ભૂમિકામાં શિવાજી સાથમ, દયાનંદ શેટ્ટી (ઇન્સપેક્ટર દયા) અને આદિત્ય શ્રીવાસ્તવ (અભિજીત)ની ભૂમિકામાં ઓળખવામાં આવે છે.
મુંબઈઃ સૌથી ચર્ચિત અને લાંબો ચાલનારો ક્રાઈમ શો CIDના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થનાર આ શો ટૂંકમાં જ બંધ થવાનો છે. ટીવી પર આ શોને21 વર્ષ થઈ ગયા છે. મીડિયા અહેવાલ અનુસાર સીઆઈડીનો છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબરે પ્રસારિત થશે. અત્યાર સુધીમાં સીઆઈડીના 1546 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -