યુવરાજ સિંહની ભાભીની બોલ્ડ તસવીરો આવી સામે, જાહેરમાં ફૂંકતી હતી સિગારેટ
એક ઈન્ટરવ્યૂમાં આકાંક્ષા શર્માએ પતિ જોરાવર સાથે કોઈ જ જાતના શારીરિક સંબંધો ના હોવાનો ખુલાસો કર્યો હતો. આકાંક્ષાને જ્યારે પૂછવામાં આવ્યું કે તારી અને જોરાવર વચ્ચે કેવા સંબંધો હતો, તો આકાંક્ષીએ કહ્યું હતું કે તે અને જોરાવર ક્યારેય માનિસક અને શારીરિક રીતે તાલમેલ બેસાડી શક્યા નહીં. તેઓ જ્યાં પણ બહાર જતા ત્યારે તેની સાસુ શબનમ સાથે ને સાથે જ આવતી હતી. અચાનક જ તેની સાસુ તેને કહેતી કે પતિ(જોરાવર)ને કિસ કર, હાથ પકડ. આકાંક્ષાએ કહ્યું હતું કે આ બધુ સાહજિક છે. જબરજસ્તીથી આ બાબતો શક્ય બનતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અગ્રણી વેબસાઈટે જોરાવર તરફથી ડિવોર્સ ફાઈલ કરવાના મહત્વપૂર્ણ કારણનો ખુલાસો કર્યો છે. તેના મુજબ, આકાંક્ષા સ્મોકિંગ, ડ્રિંકિંગ, ડ્રગ્સ અને પરિવાર સાથે કરેલા ખરાબ વર્તનને કારણે જોરાવરે તેની સામે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી.
આકાંક્ષાએ પતિથી અલગ થવા અંગેનું કારણ પોતાની સાસુ એટલે કે યુવરારાજની મોમ શબનમને ગણાવી હતી. તેણે કહ્યું હતું કે તેની સાસુના ખરાબ એટીટ્યૂડને કારણે તે ટેન્શનમાં રહેતી હતી અને તેને કારણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો.
આકાંક્ષાના વર્ષ 2014માં યુવરાજના ભાઈ જોરાવર સાથે લગ્ન કર્યાં હતા. જોકે આ લગ્ન માત્ર 4 મહિનામાં જ તૂટી ગયા હતા. ‘બિગ બોસ’માં એન્ટ્રી સમયે તેણે ભાવુક થઈ સલમાન સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
આકાંક્ષાએ કહ્યું હતું કે, તેને સાસરીયા પાસેથી એક રૂપિયો નથી જોઈતો, બસ ડિવોર્સ જોઈએ છીએ. આકાંક્ષાએ જણાવ્યું હતું કે, બન્ને પર નજર રાખી શકે તે માટે હનીમૂન પર આખું ફેમિલી સાથે ગયું હતું. આકાંક્ષા પર ઝડપથી ફેમિલી શરૂ કરવા માટે સાસરિયાઓએ દબાણ કર્યું હતું.
‘બિગ બોસ'’માં તે ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, લગ્ન બાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને લાગતું હતું કે જીવવા કરતાં મરવું વધુ સારું. તેના જ્યારે લગ્ન થયા ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી. જોકે, તેને ક્યારેય યુવરાજના ભાઈમાં ફ્રેન્ડ કે લાઈફ-પાર્ટનર જોવા મળ્યો નહોતો.
ગુડગાંવની રહેવાસી આકાંક્ષા શર્મા ક્રિકેટર યુવરાજની Ex ભાભી પણ છે. આકાંક્ષાએ 2014માં યુવરાજના નાના ભાઈ જોરાવર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન ચાર મહિના પણ ટક્યા નહોતાં.
મુંબઈઃ ‘બિગ બોસ 10’ની પૂર્વ સ્પર્ધક તથા ક્રિકેટર યુવરાજ સિંહની Ex ભાભી આકાંક્ષા શર્મા પોતાની તસવીરોને કારણે હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ આકાંક્ષા શર્માએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સિગારેટ પીતી જોવા મળે છે. ફોટોશૂટમાં આકાંક્ષા વ્હાઈટ તથા પિંક રંગના આઉટફિટ તથા ઈન્ડિયન જ્વેલરીમાં જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -