બોલીવુડની કઈ હીરોઈને ડીપ્રેશનથી પિડાતી હોવાની કરી કબૂલાત? 12 વર્ષની વયે આવેલો પહેલો એટેક
મુંબઇઃ બૉલીવુડની એક એક્ટ્રેસ કબુલ્યૂ છે કે તે ડીપ્રેશનનો શિકાર બની છે. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પણ 'દંગલ' ફિલ્મમાં આમિર ખાનની પુત્રીની ભૂમિકા ચૂકેલી એક્ટ્રેસ ઝાયરા વસીમ છે. તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનનો શિકર બની રહી છે. તેને ટ્વીટ પર એક લાંબી નોટ લખીને પોતાની દર્દભરી દાસ્તાન રજૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાયરા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને હવાઇ યાત્રા દરમિયાન એક સહયાત્રી પર મૉલેસ્ટેશનનો આરોપ લગાવ્યો હતો. ઝાયરા વસીમને ફિલ્મ 'દંગલ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસથી નેશનલ એવોર્ડથી સન્માનવામાં આવી ચૂકી છે.
ઝાયરએ લખ્યું, હું સોશ્યલ લાઇફ, કામ, સ્કૂલ અને મીડિયા આ બધાથી થોડાક ટાઇમ સુધી દુર રહેવા માગુ છું, અત્યારે મારુ પુરેપુરુ ફોકસ 'રમઝાન'ના મહિના પર છે, મને દુવાઓમાં યાદ રાખજો, હું મારા પરિવારને પણ ખુબ ખુબ આબાર માનુ છું.
ઝાયરાએ પોતાની સ્ટૉરી રજૂ કરતાં લખ્યું છે, 'છેવટે હું જણાવી રહી છું કે હું લાંબા સમયથી 'ડિપ્રેશન અને એનઝાઇટી'નો શિકાર બની છું.' ઝાયરાએ લખ્યું છે કે તે 4 વર્ષથી આનો ભોગ બની છે અને આના કારણે તેને ઘણીવાર હૉસ્પીટલમાં ભરતી પણ થવું પડ્યું છે. તે ડિપ્રેશનના કારણે દરરોજ એક-બે નહીં પણ 5 ગોળીઓ ખાઇ રહી છે.
ઝાયરાએ પોતાની બિમારી વિશે સવિસ્તારથી માહિતી આપી છે. તેને લખ્યું છે કે, બની શકે છે કે બસ આ એક સમય હોય જેને મને આવી પરિસ્થિતિમાં લાવીને મુકી દીધી છે, જેની મે ક્યારેય કલ્પના કે ઇચ્છા પણ ના રાખી હોય. દરરોજની પાંચ એન્ટીડિપ્રેશન લેવી, એગ્નાઇઝીના એટેક થવા, અડધી રાત્રે હૉસ્પીટલ તરફ ભાગવું, ખાલી, એકલું અને નિરાશ મહેસૂસ કરવું આ ઉપરાંત ગળુ સુકાવવું, રાત-રાત સુધી ઊંઘ ના આવવી, એકલા અને નર્વસ બ્રેકડાઉન અને આત્મહત્યા સુધીના વિચારો આ ફેસનો ભાગ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -