વિરોધ વચ્ચે પણ ‘પદ્માવત’ ફિલ્મે પ્રથમ દિવસે કરી ધમાકેદાર કમાણી, જાણો વિગતે
સંજય લીલા ભણશાળીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મના શૂટિંગ સમયે જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શૂટિંગના સેટ પર સંજય લીલા ભણશાળીને થપ્પડ પણ પડી હતી. તો દેશભરમાં આ ફિલ્મ સામે વિરોધ જોવા મળ્યો હતો તો કેટલીક જગ્યાએ હિંસા અને આગજનીના બનાવો પણ સામે આવ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોક્સ ઓફિસ પર પહેલા દિવસે ‘પદ્માવત’ છવાઇ ગઇ હતી. ડોમેસ્ટિક થિયેટર્સના 35 ટકા થિયેટરમાં આ ફિલ્મ રીલિઝ થઇ ન હોવાં છતાં ફિલ્મે પહેલા દિવસે 18 કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે.
‘પદ્માવત’ ભલે દેશભરમાં રીલિઝ કરી દેવાઇ હોય પરંતુ આ ફિલ્મનું સ્ક્રિનીંગ હજુ ચાર રાજ્યમાં થયું નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાના કોઇપણ શહેરમાં ફિલ્મ લાગી નથી. આમ છતાં આ ફિલ્મની કમાણીના આંકડા આશ્ચર્યજનક છે.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોમ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરી અને ગુરુવારે રિલીઝ કરવામાં થઈ. સંજય લીળા ભણશાળી નિર્દેશીત ફિલ્મ પદ્માવતનો ભલે ખૂબ વિરોધ થઈ રહ્યો હોય પરંતુ દર્શકોને ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મમાં રણવીરની એક્ટિંગની ખૂબ વખાણ થઈ રહ્યા છે. અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા નિભાવનાર રણવીરની ડાયલોગ ડિલીવરી જોરદાર છે. દીપિકા ફિલ્મમાં રાણી પદ્માવતીની ભૂમિકામાં છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યાનુસાર ઓવરસીઝ (વિદેશમાં) બોક્સઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો વિદેશમાં આ ફિલ્મ જોરદાર સફળતા મેળવે તેવી આશા છે. અમેરિકા અને કેનાડાની કમાણી લગભગ 2 કરોડ આસપાસ છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે 1.8 કરોડ અને યુએઇમાં 2.4 કરોડની કમાણી કરી છે.
અક્ષય કુમારની ‘પેડમેન’ અને મનોજ વાજપેઈની ‘ઐય્યારી’ પણ આ જ દિવસે રીલિઝ થવાની હતી પરંતુ દીપિકા-શાહિદ અને રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘પદ્માવત’ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાના કારણે આ ફિલ્મ્સ હવે 9 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -