મુંબઈઃ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ફેરવીર શો છે. ઘણાં સમયથી ફેન્સ આ શોમાં દયાબેનની રાહ જોઈ રહ્યા છે. એવામાં ફરી એક વખત અહેવાલ આવ્યા છે કે, દયાબેન શોમાં વાપસી કરવા જઈ રહી  છે. બીજી બાજુ દયાબેનની વાપસીને લઈને શોમાં ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ દિશા વાકાણી પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર શો સાથે જોડાયેલ નવી નવી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.


જેનાથી ફેન્સને પણ સંકેત મળી રહ્યા છે કે, દિશા વાકાણી શોમાં વાપસી કરી રહી છે. જોકે આ અટકળો વચ્ચે ઘણાં ફેન્સ ખુશ છે. જ્યારે દિશા વાકાણીની હાલની પોસ્ટ જોઈને અનેક ફેન્સ નારાજ પણ થયા છે. ફેન્સનું કહેવું છે કે, હવે પાછા આવશો કે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છો. કારણ કે, શોમાં દિશા વાકાણીએ એક નાનો પોર્શન જ શૂટ કર્યો છે અને તે સંપૂર્ણ રીતે શોમાં વાપસી કરશે કે નહીં એ અંગે શોના મેકર્સ કે દિશા વાકાણીએ કોઈ ખુલાસો કર્યો નથી.



પરંતુ ફેન્સને વિશ્વાસ છે કે શોમાં દયાની જગ્યા કોઇ ન લઇ શકે. એવામાં ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે તમે શોમાં ક્યારે પરત આવશો અમે રાહ જોઇ રહ્યા છીએ. તો અન્ય લખ્યું છે કે કેટલી રાહ જોવી પડશે. વાપસી કરવામાં કેટલો સમય લાગશે. તો અન્ય એક ગુજરાતી ફેન્સે લખ્યું છે કે અરે ગુસ્સે કેમ કરી રહી છો. આવવું હોય તો આવો નહીંતર આ રીતે પબ્લિકને ઉલ્લુ ના બનાવો.