બોલિવૂડની આ એક્ટ્રેસ બની એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા, પાછળ રહી ગઈ પ્રિયંકા ચોપરા
ઇંગ્લેન્ડના મેગેઝીન યૂકે ઇસ્ટર્ન આઈ વીકલીના તંત્રીએ દીપિકા વિશે કહ્યું કે, દીપિકા પાદુકોણ હંમેશા જમીન સાથે જોડાયેલ રહે છે. આ જ તેની સૌથી મોટી ખાસિયત છે, જે તેને અન્ય કરતાં અલગ બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સતત પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે પરંતુ આ વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લગ્ન બાદ પણ દીપિકાની બાદશાહત જળવાઈ રહી છે. કારણ કે દીપિકા એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા બની ગઈ છે.
જાણકારી અનુસાર દીપિકા પાદુકોણ હવે એશિયાની 50 સૌથી સેક્સિએસ્ટ મહિલાઓની યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. જોકે, પ્રિયંકા ચોપરા પણ આ યાદીમાં સામલે છે પરંતુ તેને બીજું સ્થાન મળ્યું છે. આ યાદી બુધવારે જારી કરવામાં આવી છે. વિતેલા વર્ષે આ યાદીમાં પ્રિયંકા ચોપરા ટોપ પર હતી પરંતુ આ વખતે દીપિકા બાજી મારી ગઈ છે. આ બન્ને ઉપરાંત ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પણ આ યાદીમાં સામેલ છે. તેને આ યાદીમાં ત્રીજનું સ્થાન મળ્યું છે. ચોથા નંબર પર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન છે અને પાંચમાં નંબર પર ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -