પહેલી ટેસ્ટમાં ફ્લૉપ શૉ છતાં રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
કેલેન્ડર ઇયરમાં ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્મા (73 છગ્ગા, વર્ષ-2018), (65 છગ્ગા, વર્ષ-2017), એબી ડિવિલિયર્સ (63 છગ્ગા, વર્ષ-2015) અને શેન વૉટસન (57 છગ્ગા, વર્ષ- 2011)નું નામ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2018માં રોહિત શર્મા અત્યાર સુધી 74 છગ્ગા ફટકારી ચૂક્યો છે, જ્યારે એબી ડિવિલિયર્સ, ગેલ અને વૉટસનને પાછળ પાડ્યા છે.
પહેલી ટેસ્ટમાં ફ્લૉપ રહેલા રોહિત શર્મા પર ફેન્સથી માંડી ખેલાડીઓ પણ ચર્ચા કરવા લાગ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે રોહિતના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે. પહેલી ટેસ્ટમાં પોતાની આક્રમક શૈલીમાં બેટિંગ કરતાં રોહિત શર્માએ 61 બૉલમાં 37 રન ફટકાર્યા, આ ઇનિંગમાં રોહિતે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા લગાવ્યા હતા.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં નિષ્ફળ ગયેલો રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે યોગ્ય ન હોવા છતાં કેપ્ટન કોહલીએ વિશ્વાસ રાખી ટીમમાં સમાવ્યો, પણ પહેલી ટેસ્ટમાં રોહિતનો ફ્લૉપ શૉ રહ્યો. પ્રથમ ટેસ્ટમાં માત્ર 37 રન (61 બૉલ) બનાવી શક્યો હતો.
આ સાથે જ રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. રોહિતે 2017માં 2017માં 65 છગ્ગા ફટકાર્યા હતા, આ સતત બીજુ વર્ષ છે જેમાં રોહિત છગ્ગા ફટકારવાના મામલે ટૉપ પર રહ્યો છે. રોહિતને હનુમા વિહારીની જગ્યાએ ટેસ્ટ ટીમમા સામેલ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -