દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાળપણની કેટલીક થ્રોબેક તસવીર શેર કરી છે, થ્રોબેક તસવીરમાં દીપિકા અલગ અલગ પોઝમાં સુતેલી જોવા મળી રહી છે. દીપિકાએ તસવીર શેર કરતાં ફેન્સ કમેન્ટ બોક્સમાં તેને પૂછી રહ્યા છે કે શું કોઈ ગુડ ન્યૂઝ તરફ ઈશારો છે?
કેટલાક લોકો એવા પણ અનુમાન લગાવી રહ્યાં છે કે, દીપિકા પ્રેગ્નેન્ટ છે અને આ પિક્ચર્સ દ્વારા તે ‘ગૂડ ન્યૂઝ’ તરફ ઈશારો કરી રહી છે. લોકોએ દીપિકાની આ પોસ્ટ પર જુદી-જુદી પ્રકારની કૉમેન્ટ્સ કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા હવે મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આમાં તે એક એસિડ એટેક સર્વાઈવરના રોલમાં જોવા મળશે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મેસી લીડ રોલમાં છે. ‘છપાક’ અજય દેવગણ અને સૈફ અલી ખાન સ્ટારર પીરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી’ સાથે બૉક્સ ઑફિસ પર ટકરાશે.