બોલિવૂડ:દિયા મિર્જાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં, તેમના લગ્નની એક એવી અનસીન તસવીર સામે આવી છે, જેને જોઇને આપ પણ તેના ફેન બની જશો.


બોલિવૂડની ખૂબસૂરત એકટ્રેસ દિયા મિર્જા થોડા દિવસ પહેલા જ મા બની છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં હતા. તેની લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યાં છે. તેમના લગ્નના ફોટો અને વીડિયોને સંખ્યાબંધ લાઇક મળી હતી. દિયા લાલ સાડીમાં રાજકુમારીથી કંઇ કમ સુંદર ન હતી દેખાતી. આજે અમે આપને એમના લગ્નની એક એવી તસવીર બતાવી રહ્યાં છીએ. જેને જોઇને આપ કહેશો કે, તે દુનિયાની સૌથી ખુશ દુલ્હનિયા છે.


દિયાએ શેર કરી લગ્ની અનદેખી તસવીર


દિયાએ તાજેતરમાં જ તેમના લગ્નની એક ખૂબસૂરત ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે. ફોટોમાં દિયા ઘરની અંદર એન્ટ્રી કરતા ખૂબ જ ખુશ દેખાઇ રહી છે. તેની ખુશી તેમની સુંદરતામાં ચાર ચાંદ લવાગી રહી છે.



ફોટો સાથે તેમણે લખ્યું આ કેપ્શન


ફોટોને શેર કરતાં દિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે,’નેશનલ હેન્ડલૂમ ડે પર’ 7  ઓગસ્ટે આવો ભારતના સાંસ્કૃતિક રૂપના સમૃદ્ધ અને અવિશ્વસનિય વસ્ત્રોનું જશ્ન મનાવવાની સાથે આ લૂમ્સ માટે કામ કરતા એ હાથોની પ્રશંસા કરીએ. જે ઉત્તમ કપડાની ગુથવણી માટે સાવધાની પૂર્વક કામ કરે છે. આપને જણાવી દઇએ કે દિયા અને વૈભવે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યાં હતા. બંનેએ રજિસ્ટર મેરેજ કર્યાં હતા અને ઘરે તેમણે વરમાલાનું આદાન પ્રદાન કર્યું હતું.


14 મેએ બેબી બોયને આપ્યો જન્મ


લગ્નના થોડા સમય બાદ જ વૈભવ અને દિયાએ કહ્યું હતું કે, તે ટુંક સમયમાં જ પેરેન્ટસ બનાવા જઇ રહ્યાં છે. 14 મેએ દિયાએ બેબી બોયને જન્મ આપ્યો. પ્રિમેચ્યોર ડિલિવરી થતાં બેબીને થોડો સમય હોસ્પિટલમાં અન્ડર ઓર્બઝર્વેશન  રાખવામાં આવ્યો હતો.