નવી દિલ્હીઃ સપના ચૌધરી અવારનવાર ચર્ચામાં રહે છે. 8 ફેબ્રુઆરીએ તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ રિલીઝ થઈ હતી. જેમાં સપનાએ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. સપનાના મ્યૂઝિક વીડિયો ટ્રેન્ડમાં રહે છે. હવે સપનાનો વધુ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે સિંગર દલેર મેહંદી સાથે ડાન્સ કરતી જોવા મળશે. સપના ચૌધરી અને દલેર મહેંદીની સાથે હરિયાણવી કોસ્ટ્યૂમમાં શણગારેલા બેંકગ્રાઉન્ડ ડાન્સર્સની ભીડ વચ્ચે છે. એવું લાગે છે કે કોઇ પ્રોગ્રામનો વીડિયો હોય.


બની શકે છે કે સપના જલ્દીથી દલેર મહેંદીના કોઇ સોંગમાં નજરે પડનારી હોય, કારણ કે તે આજકાલ હરિયાણવી સિવાય પંજાબી, ભોજપુરી, હિન્દી દરેક ઈન્ડરસ્ટ્રીમાં કામ કરી રહી છે. ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોના કારણે સપના ઈન્ટરનેટ પર છવાયેલી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ વીડિયોમાં સપના ચૌધરીની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. તમામ લોકોને આ નવા સોંગની ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે કદાચ આ વખતે સપના કંઇક અલગ અને હટકે લઇને આવી રહી છે.