‘શોલે’નાં 43 વર્ષ બાદ હેમા માલિનીએ બસંતીના રોલને લઈ કરી આ મોટી વાત, જાણો વિગત
હેમા માલિનીએ કહ્યું કે, મારા ડાન્સ શોમાં આવનારા લોકો મારા ડાન્સ નંબર જોવે છે પરંતુ જ્યારે પણ હું પ્રચારમાં નીકળું છું ત્યારે લોકો મને જોવા આવે છે. કારણકે હું બોલીવુડ એક્ટ્રેસ છું. મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં લોકોને શોલે જ યાદ છે. આ કેરેકટર ફેમસ થઈ ગયું હોવાથી આમ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિનીએ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કર્યું હતું. તેણે કહ્યું કે, શોલે ફિલ્મમાં તેણે કરેલો બસંતીનો રોલ 43 વર્ષ બાદ પણ મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. એક્ટ્રેસે કહ્યું કે, બોલીવુડ ફિલ્મોમાં ઘોડાગાડી ચલાવતી હોય તેવી બસંતી પ્રથમ મહિલા કેરેકટર છે. આજ દિન સુધી તે મહિલા સશક્તિકરણનું પ્રતીક બનેલી છે.
ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેસી લોકસભા સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, હવે હું જ્યાં પણ પ્રચાર માટે જાઉ છઉં ત્યાં હાજર મહિલાઓને જણાવું છું કે તેમનું યોગદાન બસંતીથી ઓછું નથી. મહિલાઓ કઠોર પરિશ્રમ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -