Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આ એક્ટ્રેસ સાથે પ્રોડ્યૂસરે મેકઅપ રૂમમાં કર્યો રેપ, મળી 7 વર્ષની સજા
આ વિશે એક્ટ્રેસે પોતાના પતિને જણાવ્યું પરંતુ દુષ્કર્મવાળી વાત જણાવી નહોતી. જ્યારે એક્ટ્રેસના પતિએ પ્રોડ્યૂસર મુકેશ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્યારે એક્ટ્રેસને શોમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત તેણે એક્ટ્રેસને ધમકી આપી કે તે ઈમેજ ખરાબ કરી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ‘વીરા’ના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસરે એક્ટ્રેસના પતિને રેપ વિશે પણ જણાવ્યું હતું. એક્ટ્રેસને જ્યારે કોર્ટમાં પૂછવામાં આવ્યું કે તેણે પોતાની સાથે થયેલી રેપની ઘટનાને શા માટે છૂપાવી ત્યારે તેણે જવાબ આપ્યો કે તેને એવો ડર હતો કે ક્યાંક તેની કરિયર અને ઈમેજ બરબાદ ન થઈ જાય.
નવી દિલ્હીઃ ટીવીની ફેમસ ‘એક વીર કી અરદાસ...’વીરા હાલમાં એક અલગ કારણે ચર્ચામાં છે. અહેવાલ છે કે ‘વીરા’ના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર મુકેશ મિશ્રા એક કેસમાં દોષીત જણાયા છે. મુકેશ મિશ્રા પર શોની એક 31 વર્ષીય એક્ટ્રેસ સાથે રેપનો આરોપ લાગ્યો હતો, જેમાં તે દોષી જણાયા છે. આ કેસમાં મુકેશ મિશ્રાને 7 વર્ષની જેલની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુકેશની વર્ષ 2013માં ધરપકડ કરવામાં આવી હતી જેમાં હવે નિર્ણય આવ્યો છે.
નોંધનીય છે કે આ એક્ટ્રેસ ‘વીરા’માં જ કામ કરતી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે મુકેશ મિશ્રા સેટ અને શૂટિંગ શેડ્યૂલનો ઈન્ચાર્જ હતો. તેણે બે ડિસેમ્બર 2012ના રોજ તેને ફોન કરીને સવારે સાડાસાત કલાકે શૂટિંગ પર આવવા માટે કહ્યું હતું. એક્ટ્રેસે તેને કહ્યું કે તે બસથી શૂટિંગ કરવા માટે લોકેશન પર આવી જશે. જોકે, પ્રોડયૂસર મુકેશ મિશ્રા જ એક્ટ્રેસને લેવા માટે પહોંચી ગયો હતો. સેટ પર પહોંચ્યા પછી જ્યારે એક્ટ્રેસ પોતાના મેકઅપ રુમમાં હતી ત્યારે પ્રોડ્યૂસર ત્યાં આવ્યો અને દરવાજો અંદરથી લોક કરીને તેની પર રેપ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -