નવી દિલ્હીઃ જાણીતી ફિલ્મ એક્ટ્રેસ સયાકા કાન્ડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આઇડલી પ્રાઇડ, સ્ટાર બ્લેઝર્સ 2202 અને કન્વીનિયન્સ સ્ટૉર બૉયફ્રેન્ડ્સમાં વૉઇસ ઓવર માટે જાણીતી જાપાની એક્ટ્રેસ સયાકા કાન્ડાનુ નિધન થઇ ગયુ છે. તેની અધિકારીક વેબસાઇટ પર તેના નિધનની જાણકારી આપવામાં આવી છે. તે માત્ર 35 વર્ષની હતી. કહેવાઇ રહ્યું છે કે, હૉટલના 22મા માળેથી નીચે પડવાના કારણેત તેનુ મોત થઇ ગયુ છે. પોલીસ આને આત્મહત્યાનો કેસ માની રહી છે, પરંતુ કાવતરુનો પણ ઇનકાર નથી કર્યો. 


સયાકા કાન્ડાના પબ્લિસિસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અભિનેત્રી સયાકા કાન્ડા દૂર્ઘટનાનો શિકાર થઇ ગઇ છે. સયાકા કાન્ડાનુ 18 ડિસેમ્બરે રાત્રે નવ વાગે અચાનક મોત થઇ ગયુ છે. અમે આવી ખબર ફેન્સને આપતા ખુબ દુઃખી છીએ. અમારા માટે આ માનવુ પણ ખુબ મુશ્કેલ છે પરંતુ આ એકદમ સાચુ છે કે હવે સયાકા કાન્ડા અમારી વચ્ચે નથી રહી. કૃપા કરીને તેમના પરિવારની પ્રાઇવસીનુ સન્માન કરો. 


લોહીથી લથપથ હતી સયાકા કાન્ડા
ખબરોનુ માનીએ તો સયાકા કાન્ડા લોહીથી લથપથ હૉટલની બહાર બેહોશીની હાલતમાં મળી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, તેનો રૂમ 22માં માળે હતો અને તે ત્યાંથી નીચે પડી ગઇ હતી. તેને હૉસ્પીટલમાં લઇ જવાઇ પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસ હાલ આને આત્મહત્યાનો કેસ માની રહી છે, પરંતુ સયાકા કાન્ડાના દોસ્તોનુ કહેવુ છે કે તે આત્મહત્યા નથી કરી શકતી.




 


આ પણ વાંચો.......... 


ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો


સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?


અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા


Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું


Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ


ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ


ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત