બોલિવૂડ ફિલ્મમાં કામ કરવા રાતોરાત ફેમસ થયેલ પ્રિયા પ્રકાશે વારિયરે કેટલા કરોડ માગ્યા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ પ્રિયાના આ ગીત પર ખૂબ વિવાદ પણ થઈ રહ્યો છે. તમામ મુસ્લિમ સંગઠનોએ ગીતના શબ્દને લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને લખાયેલા પત્રમાં મુસ્લિમ સંગઠને એવો તર્ક આપ્યો હતો કે શબ્દમાં મોહમ્મદ સાહેબની પત્ની વિશે વિવાદાસ્પદ શબ્દ બોલવામાં આવ્યાં છે.
તેના આ વીડિયોને માત્ર 24 કલાકમાં જ 1 મિલિયન (10 લાખ) કરતાં વધારે વ્યૂ અને 50 હજાર કરતા વધારે લાઈક્સ મળી હતી. ખાસ કરીને વેલેન્ટાઈન-ડે પર આ વીડિયો સૌથી વધુ શેર કરાયો હતો.
પ્રિયાની ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ના ગીત ‘મનિક્યા મલરયા પૂવી’ના 25 સેકન્ડની વીડિયો ક્લિપ 9 ફેબ્રુઆરીના રોજ વાઈરલ થઈ હતી. અત્યાર સુધીમાં આ ગીતને ઈન્ટરનેટ પર આશરે 1.6 કરોડ કરતાં પણ વધુ લોકો જોઈ ચૂક્યાં છે.
મીડિયામાં થતી ચર્ચા અનુસાર આ રોલ માટે પ્રિયા પ્રકાશ વારિયરે 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. નોંધનીય છે કે પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર રાતો રાત 35 લાખ કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. ફોલોઅર્સ મામલે તેણે ફુટબોલર રોનાલ્ડો જેવી સેલિબ્રિટીને પણ પાછળ છોડ્યો હતો.
મુંબઈ: વેલેન્ટાઈન ડે પહેલા મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશે આખું ગામ ગાંડુ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ મલયાલમ ફિલ્મ ‘ઉર આદર લવ’ના ગીત ‘માનિક્ય મલારાયા પૂવી’માં પ્રિયા પોતાના એક્સપ્રેશનથી ખૂબ ચર્ચામાં આવી. પહેલા એવી ચર્ચા હતી કે બોલિવૂડ ફિલ્મ ‘પિંક’ના ડિરેક્ટરે પ્રિયાને પોતાની ફિલ્મ માટે એપ્રોચ કર્યો હતો. જોકે હવે એક સાઉથ વેબ પોર્ટલના જણાવ્યાનુસાર એક્ટર નિખિલ સિદ્ધાર્થની અપકમિંગ ફિલ્મ માટે મેકર્સે પ્રિયા પ્રકાશને એપ્રોચ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -