કંગનાએ જે સાડી પહેરી હતી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે તેણે જે સાડી પહેરી હતી તેની કિંમત માત્ર 600 રૂપિયા હતી. કંગનાની બહેન રંગોલીએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.
રંગોલીએ ટ્વીટ કરી કે, કંગનાએ હાલમાં જ કોલકાતામાંથી 600 રૂપિયાની સાડી ખરીદી હતી. આ સાડી પહેરીને તે જયપુરમાં યોજાનાર એક ઈવેન્ટ માટે રવાના થઈ હતી. મને એ જાણીને નવાઈ લાગી કે આટલી ઓછી કિંમતમાં સારી ક્વોલિટીનું ઓર્ગેનિક કોટન કેવી રીતે મળી શકે? કંગનાને પણ એ વાતની ચિંતા થઈ કે આ કારીગર આટલી મહેનત કરે છે અને કેટલી ઓછી કમાણી કરે છે.
આ ટ્વીટ બાદ રંગોલીએ બીજી ટ્વીટ કરીને કહ્યું હતું, ઈન્ટરનેશનલ બ્રાન્ડ આ બધું છીનવી લે તે પહેલાં મહેરબાની કરીને કારીગરોનું સમર્થન કરો. કંગનાની ગયા મહિને ‘જજમેન્ટલ હૈં ક્યા’ રિલીઝ થઈ હતી. હવે, કંગના જયલલિતાની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે.