‘ધડક’ જોયા પછી બોની કપૂર અડધી રાત્રે મંદિરે ગયા, પાછા આવીને જાહ્નવીને ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા, જાણો વિગત
જાહન્વીએ કહ્યું હતું કે, તેના પિતા બોની કપૂરે એક મહિના પહેલાં જ ફિલ્મ જોઈ લીધી હતી. ફિલ્મ જોયા બાદ તે સીધા મંદિરે ગયા હતાં અને પછી તેના રૂમમાં આવ્યા હતાં. રૂમમાં આવીને તેને ગળે લગાડીને ખૂબ રડવા લાગ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ધડક’ને લઈને બહેન ખુશીનું શું રિએક્શન હતું તેના જવાબમાં જાહન્વીએ કહ્યું હતું કે, ખુશી રડવા લાગી હતી. ફિલ્મ જોતાં સમયે તેણે તેની સામે જોયું અને કહ્યું હતું કે, તું શા માટે ચિંતા કરે છે, અને પછી ફરી રડવા લાગી હતી.
મુંબઈઃ શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’એ ચાર દિવસમાં 39.19 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘ધડક’ ફિલ્મ રીલિઝ થયા બાદ જાહન્વી કપૂરે પિતા બોની કપૂરની એક ખાસ વાતનો ખુલાસો કર્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જાહન્વીએ જણાવ્યું હતું કે, પિતા ફિલ્મ જોયા બાદ અડધી રાત્રે મંદિરમાં ભગવાનના દર્શને ગયા હતાં. મંદિરથી પરત આવ્યા બાદ તે તેમના રૂમમાં આવ્યા હતાં અને તેને ગળે લગાવીને ખૂબ રડવા લાગ્યા હતાં.
એક ઈન્ટરવ્યૂમાં જાહન્વીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યા ડિરેક્ટર સાથે કામ કરવા માંગે છે, તો તેના જવાબ કહ્યું હતું કે, તે બધાં જ ડિરેક્ટર્સ સાથે કામ કરવા ઈચ્છે છે. જો રીમેકની વાત કરવામાં આવે તો જાહન્વી મોમ શ્રીદેવીની ‘સદમા’ ફિલ્મમાં કામ કરવા માંગે છે. સૂત્રો પ્રમાણે જાહન્વી બીજી ફિલ્મમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -