પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ છેતરપિંડીનો મામલો છે. ફરિયાદી થૉમસ પેનિકર છે. તેમણે 2017માં પ્રશાંતની એક મલયાલમ ફિલ્મને પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ પ્રશાંત અને થૉમસમાં મિત્રતા થઈ ગઈ હતી. બાદમાં પ્રશાંતે થૉમસને જણાવ્યુકે, મુંબઈમાં પ્રશાંતની પત્નીના પિતાની કંપની છે. જેમાં થૉમસ ઈન્વેસ્ટ કરે તો તે ડાયરેક્ટર બની શકે છે. થૉમસે 1.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. ત્યારબાદ તેમને ખબર પડીકે તેમની સાથે દગો થયો છે. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અધિકારીએ જણાવ્યું કે, તેઓ કેરળ પોલીસના સાત અધિકારીઓની ટીમને લઈને મુંબઈ પહોચ્યા હતા. ત્રણ દિવસની વૉચ રાખ્યા બાદ તેઓ પ્રશાંતને પકડવામાં સફળ રહ્યા હતા. પ્રશાંત અને તેમની પત્નીને ટ્રાંસિટ વોરંટ પર કેરળ લઈ જવામાં આવ્યા છે. થાલાસ્સેરી ન્યાયિક મેજીસ્ટ્રેટે પતિ પત્નીને 20 સપ્ટેમ્બર પર ન્યાયિક રિમાન્ડમાં રહેવાની મંજૂરી આપી છે.
પ્રશાંત નારાયણન 90નાં દાયકાથી મુંબઈમાં આવ્યા હતા અને પછી તેઓ અહી જ રહે છે. તેમણે હિન્દી, મલયાલી સહિત ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રશાંતને ફિલ્મ મર્ડર-2થી ઓળખ મળી હતી.