પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે પદ્માવતી પર રાજનૈતિક વિવાદ સતત વધતો જાય છે.યૂપીના સીએમ યોગી આદિત્યનાથે ભંસાલી વિરુદ્ધ કડક પ્રતિક્રિયા જાહેર કરતા કહ્યું કે તેમને લોકોની ભાવનાઓ સાથે ચેડા કરવાની આદત થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ફિલ્મ પદ્માવતી પર થઈ રહેલા વિવાદના ધ્યાનમાં રાખીને સંસદીય કમિટિએ સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સંસદીય કમિટીના અધ્યક્ષ ભગત સિંહ કોશિયારીએ આ મામલા પર એક નોટિસ જાહેર કરી છે.
જો કે, પદ્માવતી ફિલ્મ વિરુદ્ધ રાજપૂત સમાજ, નેતાઓ, ક્ષત્રિય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શન પછી ફિલ્મની રિલીઝ ડેટ પહેલા પણ પાછી ખસેડવામા આવી ચૂકી છે.સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું કે ફિલ્મની વર્તમાન સ્થિતિને જોતા સર્ટિફિકેટ આપવામાં 68 દિવસ લાગી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -