વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદૂકોણે એવો દાવો કર્યો હતો કે, એ એક એવી વાર્તા છે કે જેને જરૂર બતાવવી જોઈએ. અમારી જો કોઈ જવાબદારી હોય તો તે ફક્ત સેન્સર બોર્ડ પ્રત્યે જ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ રીલિઝ થતાં કોઈ રોકી નહીં શકે. જ્યારે ફિલ્મ પદ્માવતીની સંભવિત રિલીઝ તારીખ અંગે અચોક્કસતા છે. ફિલ્મ 1 ડિસેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ હવે રીલિઝ તારીખ લંબાવી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો પદ્માવતી ફિલ્મ રીલિઝ પણ થઈ જાય છે તરત જ યુ ટ્યુબ પર આ ફિલ્મને જોઈ શકાશે. આ દર્શકો માટે સારા સમાચાર છે જ વગર પૈસે આ મુવી જોઈ શકશે. જો મુવીનો કોઈ પણ પાઈરેટેડ હિસ્સો અપલોડ કરવામાં આવે છે તો યુટ્યુબ તરફથી તેને હટાવી દેવામાં આવે છે. એવામાં ફુલ મુવી ટાઈટલથી અપલોડ કરાયેલા વીડિયો કેટલીય વખથ ફેક જ નીકળ છે. જોકે ઘણાં લોકો આખી મુવી જોવાના નામ પર ક્લિક કરી બેસે છે.
ગૂગલ ટ્રેન્ડ પર ચેક કરવામાં આવે તો એક ઓક્ટોબરથી જ પદ્માવતી ફુલ મુવી કી-વર્ડને લોકો સર્ચ કરી રહ્યાં છે.જ્યારે 12 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે પદ્માવતી ફુલ મુવી કી-વર્ડથી સર્ચ કરનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. ઘણાં લોકો આ ફેક વીડિયો સર્ચ કરીને જોઈ રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે યુ ટ્યુબ પર પદ્માવતી ફુલ મુવી । હિન્દી ડબ 2017 નામનો એક વીડિયો 5,17,000 વાર જોવામાં આવી ચૂક્યો છે. પરંતુ પદ્માવતી ફિલ્મનો આ ફેક વીડિયો છે. જ્યારે આવા બીજા પણ વીડિયો પદ્માવતી ફુલ મુવી નામથી યુ ટ્યુબ પર મુકવામાં આવ્યા છે. અત્યારે હજારોની સંખ્યામાં લોકો પદ્માવતી ફુલ મુવીને સર્ચ કરીને આ વીડિયો જોઈ રહ્યા છે.
એકબાજુ પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રીલિઝ પહેલાં જ પદ્માવતી ફિલ્મને ઈન્ટરનેટ યુઝર ગૂગલ અને યુટ્યુબ પર મોટી સંખ્યામાં સર્ચ કરી રહ્યાં છે. જો પ્રાઈવેટ મોડ (Incognito)માં તમે ગૂગલ ઓપન કરીને પદ્માવતિ ટાઈપ કરો છો તો ટોપ સેકન્ડ સજેશન જોવા મળે છે - Padmavati Full movie. તેની સાથે યુટ્યુબની એક લિંક જોવા મળે છે જેમાં 2 કલાક 55 મીનિટનો એક વીડિયો જોવા મળે છે.
મુંબઈ: ગુજરાત ચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જ્યારે બીજી બાજુ રાજપૂતો દ્વારા ‘પદ્માવતી’ ફિલ્મનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પદ્માવતી ફિલ્મને લઈને ગુજરાત સહિત દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. સેન્સર બોર્ડમાંથી પદ્માવતી ફિલ્મ હજુ પાસ થયું નથી. પરંતુ મીડિયા રિપોર્ટના મતે કેટલાંક પસંદગીના લોકોને આ મુવી દેખાડવામાં આવ્યું છે. તેમાં પત્રકારો સહિત અન્ય લોકો પણ હાજર હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -