RRR movie Box office collection: એક સમયે એવો હતો કે ફિલ્મ 100 કરોડના ક્લબમાં પહોંચી જાય તો તે સક્સેસ ગણાતી હતી. દરેક એક્ટર પણ ઇચ્છા રાખતો હોય છે કે તેની ફિલ્મ 100 કરોડના ક્લબમાં પહોંચે, પરંતુ હવે જમાનો અને માપદંડ બન્ને બદલાઇ ગયા છે. હવેની ફિલ્મ 100 કરોડ નહીં પરંતુ 1000 કરોડ પણ આસાનીથી કલેક્શન કરી લે છે. હવે સાઉથ ફિલ્મ મેકર રાજામૌલીની ફિલ્મ RRR એ આંકડો હાંસલ કરી લીધો છે.  


રાજામૌલીની ફિલ્મ RRRએ કમાણીનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. રિપોર્ટ છે કે, ફિલ્મને 1000 કરોડની કમાણી કરી લીધી છે, અને આમ કરનારી દેશની ત્રીજી મોટી ફિલ્મ બની ગઇ છે. 


ફિલ્મની રિલીઝના 16માં દિવસે એસ એસ રાજામૌલીની RRRએ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. મોટી મોટી ફિલ્મો પર નજર રાખનારા મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીનો તાજા આંકડો શેર કર્યો છે. તેના અનુસાર, RRR મૂવીએ 16 દિવસે દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણીનો જાદુઇ આંકડો ટચ કરી દીધો છે. આ પહેલા આ લિસ્ટમા માત્ર પ્રભાસની બાહુબલી 2 (Bahubali 2) અને આમિર ખાનની દંગલ (Dangal) જ સામેલ થઇ ચૂકી છે. હવે RRR ત્રીજી ફિલ્મ છે જે આ ક્લબમા સામેલ થઇ ચૂકી છે. 






આ પણ વાંચો.......... 


10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર