'મણિકર્ણિકા' નો First Look આવ્યો સામે, ઝાંસીની રાણીને કંગનાની સલામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડાક સમય પહેલા શૂટિંગ દરમિયાનની કંગનાની કેટલીક તસવીરો સામે આવી હતી. આ તસવીરોમાં કંગના માથા પર પાઘડી અને હાથમાં તલવાર લઇને એકદમ યૌદ્ધાની જેમ દેખાઇ હતી. ઉલ્લેખનીય છે કે, શૂટિંગ જયપુર અને જોધપુરમાં થઇ છે.
ફિલ્મમાં કંગનાએ પોતાની ભૂમિકાને રિયલ બતાવવા માટે ખુબજ મહેનત કરી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલા મોટાભાગની એક્શન સીન કંગનાએ જાતે કર્યા છે. ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે.
વર્ષ 1858માં 18 જૂનને ગ્વાલિયરની પાસે કોટાના સરાયમાં અંગ્રેજોની સેના સામે લડતા લડતા રાની લક્ષ્મીબાઇ વીરગતિને પ્રાપ્ત થયા હતા. ગયા વર્ષે પાંચ મેએ આ ફિલ્મને વારાણસીમાં લૉન્ચ કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં ઝાંસીની રાનીનો રૉલ કંગના રનૌત કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ ટુંકસમયમાં પુરુ થવાનું છે. ટીમ કંગના રનૌતના ટ્વીટર હેન્ડલ પર શેર થયેલા ફર્સ્ટ લૂકમાં કંગના પારંપરિક અંદાજમાં દેખાઇ રહી છે.
મુંબઇઃ ઝાંસીની રાની લક્ષ્મીબાઇની પૂણ્યતિથિના પ્રસંગે તેના પર બની રહેલી ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી'નો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -