યુવકમાંથી યુવતી બની છે આ મોડલ, સાઉથના સુપર સ્ટાર સાથે કરશે કરિયરની શરૂઆત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમામૂટીની સાથેની ફિલ્મને લઈ અંજલીએ કહ્યું હતું કે ડિરેક્ટર રામ તથા મામૂટી સાથે કામ કરવાનો અનુભવ શાનદાર હતો. શરૂઆતમાં તે નવર્સ હતી પરંતુ મામૂટીએ શૂટિંગ સમયે તેને સપોર્ટ કર્યો હતો.
મુંબઇઃયુવકમાંથી યુવતી બનેલી ટ્રાન્સસેક્યુઅલ મોડલ અંજલી અમીર મલયાલમ સુપરસ્ટાર મામૂટી સાથે પોતાની એક્ટિંગની કરિયરની શરૂઆત કરશે. પોતાના હોટ લૂકને કારણે અંજલી મામૂટી સાથે લીડ રોલમાં જોવા મળશે. તમિલ તથા મલયાલમ ફિલ્મ્સના ડિરેક્ટર રામ આ ફિલ્મને નિર્દેશિંત કરશે.
અંજલીના મતે, તે આર્ટિસ્ટ તરીકે ઓળખ બનાવવા માંગે છે પણ ટ્રાન્સસેક્સુઅલ આર્ટીસ્ટ તરીકે નહીં અંજલીએ કહ્યું હતું કે મલયાલમ બાદ તેને તમિલ તથા તેલુગુ ફિલ્મ્સ ઓફર થઈ છે.
જોકે, ઘણા સંઘર્ષ બાદ તેના પરિવારને તેનો સ્વિકાર કર્યો હતો. મોડલિંગના શરૂઆતના દિવસોમાં ઘણાં બધા લોકોનેખ્યાલ નહોતો કે તે ટ્રાન્સસેક્સુઅલ છે. જોકે, પછી ખ્યાલ આવતા તેને ટીવી શોમાંથી કાઢી મુકવામાં આવી હતી.
ફિલ્મનું તમિલ નામ 'પેરન્બુ' છે જ્યારે મલયાલમ નામ હજી નક્કી નથી. ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થશે. મોડલમાંથી એક્ટ્રેસ બનેલી અંજલીએ 20 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જ કરાવ્યું હતું.
ધોરણ 10 ભણ્યા બાદ અંજલીએ નક્કી કર્યું હતું કે તેને સેક્સ ચેન્જ સર્જરી કરાવી છે. આ માટે તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો.તે કોઈમ્બતૂર તથા બેંગ્લોરમાં અનેક વર્ષ સુધી ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી વચ્ચે રહી હતી.
કેરળના કોઝીકોડ શહેરમાં જન્મેલી અંજલી જન્મે પુરુષ હતી પરંતુ તે યુવતી બનવા માંગતી હતી. અંજલીનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેના જન્મના એક વર્ષ બાદ માતાનું અવસાન થયું હતું. બાદમાં પિતાનું પણ મોત થઇ ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -