Trending Video: સોશિયલ મીડિયાના જમાનામાં રીલ બનાવવાનો ટ્રેન્ડ છે. અવનવી રીલ બનાવવા માટે લોકો કંઈ પણ કરવા માટે તૈયાર થઈ છે. કેટલાક લોકો માત્ર લાઈક્સ અને કોમેન્ટ મેળવવા માટે તમામ હદ વટાવી દેતા જોવા છે. પોતાના જીવનની પણ પરવા કર્યા વિના, ફક્ત રીલ્સ બનાવવા વિશે વિચારતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઘણો ખતરનાક છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક છોકરી સમુદ્રના કિનારે ઊભી રહીને રીલ્સ બનાવી રહી છે, પરંતુ પછી કંઈક એવું થયું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.
એક મોટી લહેર આવી અને...
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બીચ પર ઘણા લોકો એકઠા થયા છે અને મોજાઓને જોઈને કેટલાક લોકો બુમો પાડી રહ્યા છે તો કેટલાક લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. દરમિયાન, એક છોકરી રીલ બનાવી રહી છે અને બીચ પર ઉભી છે, ત્યારે અચાનક એક જોરદાર મોજું આવે છે અને છોકરીને નીચે પાડી દે છે. ત્યાર બાદ આ છોકરીથી દૂર ઉભેલા કેટલાક લોકોને સમુદ્રની આ લહેર સાથે તાણીને લઈ જાય છે. આમ મજા કરવા આવેલા યુવાનોને દરિયા કિનારાની નજીક ઉભા રહેવું ભારે પડી જાય છે.
IPS અધિકારીએ વીડિયો ટ્વીટ કર્યોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, તમારી 'લાઈક્સ' કરતા તમારી 'લાઈફ' વધુ મહત્વની છે. વીડિયોને અત્યાર સુધીમાં 1.93 લાખ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.