Lakhimpur Trending News: ઉત્તર પ્રદેશમાં એક સરકારી શાળામાં ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. કારણ કે વિદ્યાના ધામમાં પ્રિન્સિપાલે (Principal) શરમજનક કામ કર્યું છે. લખીમપુર ખીરી જિલ્લામાં એક શાળામાં મોડા આવેલા મહિલા શિક્ષકને (Lady Teacher) શાળાના પ્રિન્સિપાલે ચપ્પલ વડે માર માર્યો હતો. નિર્દયી આચાર્યએ ગુસ્સામાં આવીને સરકારી સ્કૂલમાં શિક્ષિકાને માર મારતાં સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે, શિક્ષિકાને માર માર્યા બાદ શાળાના પ્રિન્સિપાલને પણ ત્યાં હાજર લોકોએ માર માર્યો હતો. 


પ્રિન્સિપાલે મહિલા શિક્ષિકાને માર મારવાની સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ખીરી વિસ્તારના મહંગૂ ખેડા શાળામાં બની હતી.


જુઓ વીડિયોઃ






આ ઘટના બાદ હવે આ નિર્દયી પ્રિન્સિપાલને બરતરફ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લક્ષ્મીકાંત પાંડેએ માહિતી આપી છે કે, વાયરલ વીડિયોના આધારે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


વીડિયોમાં પ્રિન્સિપાલ અજીત વર્મા છે, જે શાળામાં 10 મિનિટ મોડા આવવા પર મહિલા શિક્ષકને માર મારતા જોવા મળે છે. આ ઘટના સમયે સ્કૂલમાં અન્ય લોકોની સાથે સ્કૂલના બાળકો પણ હાજર હતા, જે વીડિયોમાં જોઈ શકાય છે. શિક્ષણ પ્રાપ્તિના પવિત્ર સ્થાનમાં જ્યારે શિક્ષણ આપનારાઓ જ આવું શરમજનક કામ કરે છે તો શિક્ષણ મેળવનારી આવનારી પેઢી તેમની પાસેથી શું શીખશે.


આ પણ વાંચોઃ


Surat: ગોપાલ ઇટાલીયા સહિત આપના અનેક નેતાઓને પોલીસે કર્યા ડિટેન, જાણો શું છે મામલો


Rajendra Nagar Bypoll Result: રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPનો જલવો, દુર્ગેશ પાઠકે મેળવી જીત