Sara Ali Khan Birthday: બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)નો આજે જન્મદિવસ છે. સારા (Sara Ali Khan Birthday) આજે 12 ઓગસ્ટે પોતાનો 27મો જન્મદિવસ મનાવી રહી છે. સારા અલી ખાનનુ નામ એવી હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે, જે એક સ્ટારકિડ છે, તેમ છતાં સારાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર નામ કમાયુ છે.
સારા અલી ખાનની વાત કરીએ તો, 27 વર્ષીય સારાનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતાનુ નામ સ્ટાર એક્ટર સૈફ અલી ખાન છે અને માતાનુ નામ એક્ટ્રેસ અમૃતા સિંહ છે. સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી છે, જોકે, બાદમાં સૈફ અલી ખાને અમૃતા સિંહને તલાક આપી દીધા હતા, અને એક્ટ્રેસ કરિના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. ઐફ અને અમૃતા સિંહને બા બાળકો છે એક દીકરી સારા અલી ખાન અને બીજો દીકરો ઇબ્રાહીમ અલી ખાન છે. આજે સારા અલી ખાને પોતાના જન્મ દિવસ પ્રસંગે એક ખાસ નૉટ લખી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
જન્મદિવસના આ પ્રસંગે સારા અલી ખાને ખુદને વિશ કરતાં એક ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી છે, સારાએ સ્ટૉરીમાં એક તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ શૉર્ટ્સ પહેરીને, ચશ્મા લગાવેલા અને રેડ કલરની લાઇટમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીર પર સારાએ બર્થડે ગર્લ લખ્યુ છે. આની સાથે જ તેને લખ્યું છે - હેપ્પી બર્થડે સારા. હંમેશા ખુદને પ્રેમ કરો. અને જ્યારે તમે તમારા શરીર, મગજ અને આત્મા માટે વર્કઆઉટ કરવાનુ ભૂલી જાઓ છો.
આ પણ વાંચો...........
Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું