Jammu Kashmir Labourer Killed: જમ્મુ અને કાશ્મીરમા આતંકવાદીઓએ ફરી એકવાર તેમની નાપાક યોજનાઓ પાર પાડવા માટે એક સામાન્ય નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના ઘાટીના બાંદીપોરા જિલ્લાના અજસમાં સ્થિત સદુનારા વિસ્તારની છે, જ્યાં ગુરુવારે આતંકવાદીઓએ એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ લગભગ 12.30 વાગ્યે મજૂરને ગોળી મારી હતી. જે બાદ મજૂરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક મજૂરની ઓળખ અમરેજના પુત્ર મોહમ્મદ જલીલ તરીકે થઈ છે, જે બિહારનો વતની છે.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો
બાંદીપોરામાં એક બિન-સ્થાનિક નાગરિક પર આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ હુમલાખોરની શોધમાં વિસ્તારની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાંદીપોરા જિલ્લાના તહસીલ અજસના સદુનારા ગામમાં બની હતી. મજૂરની ઓળખ 19 વર્ષીય મોહમ્મદ જલીલ તરીકે થઈ છે. તે મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તે બિહારથી અહીં કામ કરવા આવ્યો હતો.
આતંકવાદીઓએ બિન-કાશ્મીરી લોકોને ચેતવણી આપી હતી
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં બિન-કાશ્મીરીઓ પર આતંકવાદી હુમલાઓની ઘટના યથાવત છે. ખીણમાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને આતંકીઓ તેમની હત્યા કરી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં એક બિન-કાશ્મીરી વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ બિન-સ્થાનિકોને ઘાટી છોડી દેવાની ચેતવણી આપી છે. આતંકવાદીઓ આ રીતે બિન-કાશ્મીરી લોકોની હત્યા કરીને ત્યાં ભયનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બિન કાશ્મીરીઓમાં ગભરાટ
નોંધનીય છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની આ ઘટનાઓને કારણે ત્યાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘાટીમાં આવી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે.
IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત
GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત
KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો