હિમેશ રેશમિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રેણું ગીત રેકૉર્ડ કરતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા રેણુના સુરિલા અવાજની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેનો વીડિયો પણ શેર કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાએ રેણુંને તેની આગામી ફિલ્મ ‘હૈપ્પી હાર્ડી એન્ડ હીર’માં ગીત ગાવાની ઑફર આપી છે. આ ફિલ્મમાં તે જે ગીત ગાવા જઈ રહી છે તેનું ટાઈટલ છે તેરી મેરી કહાની. આ સિવાય રેણુંને મુંબઈમાં હિમેશ અને અન્ય જજિસ સાથે એક શોમાં ભાગ લેવા જઈ રહી છે.
રેણું મોંડલ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના છે. તે પોતાનું ગુજરાન રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાઈને ગુજારે છે. તે દરમિયાન કોઈકે રેણુંનો રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાતો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.