નવી દિલ્હીઃ ડુંગળીમાં આવેલ લાલચોળ તેજીથી સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. સામાન્ય વ્યક્તિ જ નહીં સેલેબ્સ પણ ડુંગળીની વધતી કિંમથી પરેશાન છે. હવે હિના ખાને પોતાના પિતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક્ટ્રેસ પાસેથી ડુંગળી લઈને લોકરમાં સંતાડતા જોવા મળી રહ્યા છે.

હિના ખાને ઇન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો છે. તેમાં હિનાના પિતાએ ડુંગળીની ટોકરી પકડી રાખી છે અને તેને બેંકના લોકરમાં રાખવાનું કહી રહ્યા છે. હિનાના પિતાએ કહ્યું- આને બેંકના લોકોરમાં રાખો. હાલમાં આ ખૂબ જ કિંમતી ખજાનો છે. તેને કોઈ સુરક્ષિત જગ્યા પર છુપાવી છે. આ ખૂબ જ કિંમતી છે. વીડિયોમાં હિના ખાનના પિતા ડુંગળી ઘરમાં લઈ જતા જોવા મળી રહ્યા છે.


હિના પોતાના પિતાની આ હરકતને ક્યૂટ બતાવી રહી છે. સોશિયલ મીડિયા પર ડુંગળીની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ ઘણા પ્રકારના ફની વિડીયો જોવા મળી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ કરી રહી છે. બિગ બોસ 11નો ભાગ બન્યા બાદ હિના ખાનનું કરિયર વધુ ઉપર પહોંચ્યું છે. તે વેબ સીરિઝ ડેમેઝ્ડ 2માં ગૌરી બત્રાનું પાત્ર ભજવી રહી છે.