16 વર્ષની યુવતીનો આરોપ, આ દિગ્ગજ અભિનેતાએ ઓરલ સેક્સ માટે કરી મજબૂર
રેમ્બો ફેમ સિલ્સેસ્ટર સ્ટેલન માટે એક મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. તેના પર 16 વર્ષની એક ફેને આરોપ લગાવ્યો છે કે તેણે ઓરલ સેક્સ માટે મને મજબૂર કરી હતી. એટલું જ નહીં, હોલીવુડ સ્ટારે ફેનને ફરિયાદ કરવા પર તેને પીટવાની ધમકી પણ આપી હતી. જોકે, યુવતીએ આ બધી વાત પોલીસને જણાવી અને બાદમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેઈલે મેલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ કેસ 1986ની આસપસાનો છે. સ્ટેલન ત્યારે અમેરિકાના લાસ વેગાસમાં શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી જ્યાં તેની એક યુવતી સાથે મુલાકાત થઈ હતી. તે જ્યારે હિલ્ટન હોટલમાં શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે યુવતીને તેના રૂમની ચાવી આપવામાં આવી હતી.
આરોપ છે કે સ્ટેલને તેની સાથે સેક્સ માણ્યું. સેક્સ માણતા પહેલા સ્ટેલને યુવતીને પૂછ્યું કે, શું તેણે ક્યારે બે પુરુષો સાથે એક જ સમયે સેક્સ માણ્યું છે. યુવતીનો દાવો છે કે, આ ઘટના સમયે સ્ટેલનનો બોડીગાર્ડ માઈકલ માઈક ડે લ્યૂસા બાથરૂમમાં હતો. તે જેવો જ બહાર આવ્યો ત્યારે જ સ્ટેલને તેને ઓરલ સેક્સ માટે મજબૂર કરી હતી.
યુવતીએ પોલીસને જણાવ્યું કે, રૂમમાં જ્યારે સ્ટેલનનો બોડીગાર્ડ પહોંચ્યો હતો, ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. સ્ટેલને તેને આ મામલે કોઈને કંઈપણ કહેવાની ના પાડી હતી. તેણે કંઈ કહેવા પર મારવાની ધમકી પણ આપી હતી. પોલીસનું કહેવું છે કે, યુવતીએ ત્યારે ફરિયાદ એટલા માટે કરી ન હતી કારણ કે તે ડરી ગઈ હતી અને અપમાનિત અનુભવી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -