મુંબઈ: રામાયણ પર આધારિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ નિર્દેશકો પોત-પોતાની રીતે આ કહાનીને દર્શકો સામે દર્શાવે છે. પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, ફિલ્મ નિર્માતા મધુ મેન્ટાના રામાયણ પર એક બીગ બજેટવાળી ફિલ્મ બનાવા જઈ રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મધુ મેન્ટાના આ ફિલ્મ પર 300 કરોડ રૂપિયા બજેટ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ અનુસાર ફિલ્મમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવશે. કહેવામાં આવી રહ્યું છે કે, મધુની આ ફિલ્મ રામયણનું ડાયરેક્શન નિતીશ તિવારી કરવા જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, નિતીશ તિવારી દંગલ જેવી ફિલ્મનું ડાયરેક્શન કરી ચૂક્યા છે.
અહેવાલ અનુસાર, મધુ મેંન્ટાના માટે આ ફિલ્મ રામાયણ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફિલ્મ 3Dમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ પર કામ શરુ થઈ ગયું છે. રામાયણ એક મોટું મહાકાવ્ય છે જેને ત્રણ કલાકમાં દર્શાવવું આસાન નથી. તેથી મધુ મેન્ટાનાએ આ ફિલ્મને 2 ભાગમાં બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઋતિક રોશન અને દીપિકાને લઈ ‘રામાયણ’ પર બનવા જઈ રહી છે ફિલ્મ, બજેટ સાંભળીને રહી જશો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 11:04 AM (IST)
ફિલ્મ નિર્માતા મધુ મેન્ટાના રામાયણ પર એક બીગ બજેટવાળી ફિલ્મ બનાવા જઈ રહ્યાં છે. ફિલ્મ રામયણનું ડાયરેક્શન નિતીશ તિવારી કરવા જઈ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -