ચાંદી પણ 2915 રૂપિયાની તેજી સાથે 68410 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. આ પહેલાના દિવસે ભાવ 65495 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે, ‘કેન્દ્રીય બજેટ પહેલા દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 132 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી રહી.’. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1844.35 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો જ્યારે ચાંદીનો ધાવ 26.35 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો.
વિતેલા વર્ષે ભારતમાં સોનાની માગ 35 ટકા ઘટી
કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષ 2020માં સોનાની માગમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020માં જ વૈશ્વિક સ્તરે સોનાની માગ 11 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગઈ હતી. ભારતની વાત કરીએ તો અહીં પણ સોનાની માગમાં 35.34 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે અને વિતેલા વર્ષ 2020માં માત્ર 446.4 ટન સોનાની માગ રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની 2020ની ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 2019માં 694.4 ટન ગોલ્ડની માગ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)અનુસાર કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલ લોકડાઉન અને ગોલ્ડના રેકોર્ડ ભાવને કારણે તેની માગમાં ઘટાડો નોંધાયો હતો.