કયા સિંગરે ‘Indian Idol 10’નો ખિતાબ જીત્યો? આ પાંચ સિંગર્સે મચાવી ધમાલ
મુંબઈ: સુરોનાં સંગ્રામ ‘Indian Idol10’નો ખિતાબ સલમાન અલીએ જીતી લીધો છે. અંકુશ ભારદ્વાજ અને સલમાન અલી ટોપ 2 કન્ટેસ્ટંટ હતા. જોકે બાદમાં સલમાન અંકુશ પર ભારે પડ્યો હતો અને તેણે શો જીતી લીધો હતો. સલમાનની આ જીત જીવન બદલનારી છે. સલમાન અલી હરિયાણાનો રહેવાસી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન આઈડલનાં અંતિમ પાંચમાં જે સિંગર્સ પહોચ્યા હતાં તેમાં નિતિન કુમાર, સલમાન અલી, અંકુશ ભારદ્વાજ, નીલાંજના રાય અને વિભોર પારાશર હતાં. શોનાં ગ્રાન્ડ ફિનાલેમાં ટીમ ‘ઝીરો’ એટલે કે શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ ત્યાં હાજર હતાં તેમણે ફિનાલેને ખાસ બનાવ્યો હતો.
સલમાને કહ્યું હતું કે, આ શોને દરેકને એક સારો વ્યક્તિ બનાવ્યો છે. જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને કંઇજ નહોતું આવડતું પણ હવે ઘર ઘરમાં લોકો મને ઓળખે છે. હું એક ખુબ જ ગરીબ પરિવારમાંથી આવું છું.
સલમાન અલી એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર ખુબ જ ગરીબ ઘરમાં થયો છે. સલમાનનું કહેવું છે કે, તેનાં માટે આ શો લાઈફ ચેન્જિંગ હતો. તે આ શો માટે સોની ટીવીનો આભારી છે. સલમાન અલીને શોમાં વિજેતાનાં રૂપમાં 25 લાખ રૂપિયા મળ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -