આ ભારતીય તબલાવાદકે જીત્યો ગ્રેમી અવોર્ડ, જાણો કોણ છે
1986માં તેમણે પહેલીવાર સિતાર વાદક પંડિત રવિશંકર સાથે તબલાની સંગત કરી હતી. 1990માં સંદીપે દિલ્લી આવીને તબલાવાદનમાં કારકીર્દી બનાવવાનું શરૂ કર્યુ હતું. સંદીપ ત્રણ વાર નેશનલ ડ્રમિંગ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. 1991માં તેમણે પહેલીવાર દેશની બહાર ત્રિનિદાદમાં સ્ટીલ ડ્રમ બેંડ સાથે પરફોર્મ કર્યુ હતું. 2000માં સંદિપે સિલ્ક રોડ ઓંસોબલ માટે યોયોમા માટે તબલા વગાડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોસ એંજેલસ: ભારતના તબલા વાદક સંદીપ દાસે ગ્રેમી અવોર્ડ જીત્યો છે. આ અવોર્ડ સંદીપને વર્લ્ડ મ્યુઝિક કેટેગરીમાં મળ્યો છે. દાસે યો-યોમા સાથે સિંગ મી હોમ અને સિતારવાદક અનુષ્કા શંકરના લેંડ ઓફ ગોલ્ડમાં તબલા વગાડ્યા છે. જો કે આ વખતે છઠ્ઠી વાર અનુષ્કા ગ્રેમી અવોર્ડ જીતી શકી નથી. સ્ટેપલ સંટરમાં યોજાયેલા 59માં ગ્રેમી અવોર્ડમાં એડેલ અને બિયોંસનો દબદબો રહ્યો હતો. બ્રિટીશ સિંગર એડેલે 3 અને બિયોંસે બે કેટેગરીમાં અવોર્ડ જીત્યા હતા.
1971માં જન્મેલા સંદીપ બે વાર ગ્રેમી માટે નોમિનેટ થઈ ચૂક્યા છે. આઠ વર્ષની ઉંમરમાં તેમણે શિવ કુમાર સિંહ પાસેથી તબલાની તાલિમ લેવાનું શરૂ કર્યુ હતું. 9 વર્ષની ઉંમરે તેમણે બનારસ ઘરાનાના જાણીતા તબલા વાદક કિશન મહારાજ પાસે તાલિમની શરૂઆત કરી હતી. તે પોતાના પટના સ્થિત ઘરથી બનારસ આવ-જા કરતા અને પછી બનારસમાં જ રહેવા લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -