શું રિયલ લાઈફમાં પ્રેગ્નન્ટ છે 'દયા ભાભી'?, શોનું શૂટિંગ કર્યું છે બંધ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ની દયા ભાભી ઉર્ફ દિશા વાકાણી રિયલ લાઇફમાં પ્રેગનન્ટ હોવાના અહેવાલ વહેતા થયા છે. સીરિયલમાં દયા ભાભી ટપ્પૂની માની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. સીરિયલમાં તેની કોમિક ટાઇમિંગ પર સૌ કોઇ ફિદા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિશા અનેક દિવસોથી શૂટિંગમાં જોવા મળી રહી નથી અને તેનું કારણ તે પ્રેગનન્ટ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શો અગાઉ દિશા જોધા-અકબર, દેવદાસ અને લવ સ્ટોરી 2050 જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 26 નવેમ્બરના રોજ રિસેપ્શન આપ્યું હતું. અગાઉ એવા રિપોર્ટ્સ હતા કે દિશા લગ્ન બાદ શો છોડી દેશે પરંતુ તે લગ્ન બાદ પાછી ફરી હતી.
આ અગાઉ એવા મીડિયા અહેવાલો હતા કે દિશા શો છોડી શકે છે પરંતુ એવું નથી. પ્રેગનન્સીને કારણે દિશા થોડા સમય સુધી શૂટિંગ કરી શકશે નહીં. શોના નિકટના સૂત્રો મુજબ, તે હવે શૂટિંમાં પણ જોવા મળતી નથી. તે હાલ પહેલા બાળકની મા બનવા જઈ રહી છે. આ કારણે તે આજકાલ શૂટિંગ કરી રહી નથી
- - - - - - - - - Advertisement - - - - - - - - -