નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને એક સાથે જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે બન્ને એક સાથે લવ આજ કલ 2માં જોવા મળશે. ત્યાર બાદ હવે ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બન્ને કિસ કરતાં જોવા મળી રહ્યા છે.


પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, 'લવ આજકલ 2'માં ઇમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. જ્યાં હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જ્યારે આ વીડિયોમાં ફિલ્મના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં કાર્તિક અને સારા એક-બીજાને લિપલોક કરતાં દેખાઇ રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.