ઈશા અંબાણી-આનંદ પીરામલ પ્રી-વેડિંગ પાર્ટી: કયા-કયા મહેમાનો ઉદેયપુર પહોંચ્યા? જુઓ આ રહી તસવીરો

આ પહેલાં અમેરિકન સુરક્ષા એજન્સી ગાર્ડ્સે ઉદેપુર જિલ્લા પોલીસની સાથે બેઠક કરી હતી ત્યાર બાદ સ્થળની ચકાસણી કરી હતી. અંબાણી પરિવાર તથા સંબંધીઓ ઉદેપુર આવી ગયા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અને ટીના અંબાણી ઉદેયપુર પહોંચ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉદેપુરઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈ યોજાશે. ઉદેપુરમાં 8-9 નવેમ્બરે હોટલ ઉદય વિલાસમાં ગ્રાન્ડ સેલિબ્રેશન માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પાંચ ડિસેમ્બરથી વીવીઆઈપી મહેમાનો આવવા લાગ્યા છે. આઠ ડિસેમ્બરના રોજ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટ તથા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને તેમના પતિ હાજરી આપશે.

સંગીત સેરેમનીની કોરિયોગ્રોફી શામક દામર કરી રહ્યાં છે. શામક દામરની ટીમ ખાસ પર્ફોમ પણ કરવાની છે. હોટલ ઉદય વિલાસના એન્ટ્રી ગેટ આગળ સિક્યોરિટી ચેકિંગ માટે ટેક્નિકલ સ્ટાફની લાંબી લાઈન જોવા મળી હતી.
શનિવાર 8 ડિસેમ્બરના રોજ પિચોલા લેકમાં મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ફંક્શન શરૂ કરવામાં આવશે. હોટલ ઓબેરોય ઉદય વિલાસની લોનને માર્કેપ્લેસમાં ફેરવવામાં આવી છે. અહીંયા 150 સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં જૂના તથા પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે અદ્વિતિય શો-પીસ મૂકવામાં આવશે.
રવિવારના રોજ ઉદેપુરના સિટી પેલેસમાં ઈવેન્ટ છે. સિટી પેલેસની અંદર માનક ચોકમાં ઈવેન્ટ યોજાશે. અહીંયા સાઉન્ડ એન્ડ લાઈટ શોની તૈયારી ચાલી રહી છે. અહીંયા સ્ટેજ બનાવી દેવામાં આવ્યું છે.
આનંદ પીરામલ, પિતા અજય પીરામલ અને માતા સ્વાતી પીરામલ પણ ઉદેયપુર પહોંચ્યા છે. આ ઉપરાંત રાધિકા મર્ચન્ટ પણ ઉદેયપુર પહોંચી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -