સીરિયા ક્રાઈસિસ પર આ એક્ટ્રેસ કર્યું ટ્વીટ, ટ્રોલર્સે લઈ લીધી ઉધડો....
ઈશા ગુપ્તાએ સીરિયામાં ચાલી રહેલ ક્રાઈસિસ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. માઈક્રોબ્લોકિંગ સાઇટ ટ્વિટર પર ઈશાએ પોતાના વેરિફાઈડ એકાઉન્ટ પરથી લખ્યું- ‘મને કોઈ ફરક પડતો નથી કે, મારો કયો દેશ, ધર્મ કે સરકાર છે. માનવતા મરી રહી છે. બાળકો મરી રહ્યાં છે અને તે રોકાવું જોઈએ.’ આ ટ્વીટની સાથે તેણે સીરિયાના એક બાળકની તસવીર શેર કરી જેમાં તે રડી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો અપલોડ કરવાને લઈને મોટેભાગે ટ્રોલર્સના નિશાને આવતી હોય છે. જોકે આ વખતે પોતાની કોઈ તસવીરને લઈને નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર પોસ્ટ કરવાને લઈને તે ટ્રોલ થઈ છે.
એક તરફ જ્યાં ઈશાના ફોલોઅર્સે તેની આ ટ્વીટનું સમર્થન કર્યું તો બીજી તરફ કેટલાક યૂઝર્સે તેને ન કહેવાનું કહી દીધું. એક યૂઝરે કહ્યું કે, મેડમ ઈન્ડિયામાં પણ ઘણું બધું થાય છે, તે વિશે પણ ક્યારેક પોસ્ટ કરો. બીજા એક યૂઝરે લખ્યું કે, ‘ટ્વીટ કરવાને બદલે ત્યાં પહોંચીને તેમની મદદ કર. તારી ટિકિટ હું બૂક કરાવી દઉ છું.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -