પાકિસ્તાની આતંકી સંગઠને જૈશે ભારતીય અભિનેત્રી અને ગ્રીન ટેરર ફિલ્મ વિરુદ્ધ બહાર પાડ્યો ફતવો, જાણો વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં અર્શી ખાનની છાતી, બેકસાઇડ સહિત અનેક જગ્યાએ પાકિસ્તાની ધ્વજના ફોટો જોવા મળી રહ્યા છે.તાજેતરમાં જ સેક્સ રેકેટમાં ફસાયેલી અર્શી ખાને પૂણે પોલીસ પર 15 લાખ રૂપિયા અને સેક્સની માંગણી કર્યાનો આરોપ લગાવ્યો હતો.
અર્શી ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેણીના શરીર પર પાકિસ્તાની ધ્વજનું ટેટૂ જોવા મળી રહ્યું છે. અર્શી ખાનના આ તસવીરોને લઇને વિવાદ થઇ શકે છે.
જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ અઝીઝના કહેવા પ્રમાણે, અર્શી ખાનની આ તસવીરો પાકિસ્તાનનું અપમાન છે. એટલું જ નહીં તે ઇશનિંદા પણ છે. અમે અર્શી ખાન અને ડિરેક્ટર મનીષ સિંઘ વિરુદ્ધ ફતવો જાહેર કરીએ છીએ.
એક રિપોર્ટ પ્રમાણે, અર્શી ખાનની આ તસવીરો મનીષ સિંઘની ફિલ્મ ગ્રીન ટેરરનું પોસ્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક તસવીરમાં અર્શી ખાનની પીઠ પાછળ પાકિસ્તાની ફ્લેગનું ટેટુ દોર્યું છે જેમાં આઝાદ કાશ્મીર એવું લખાણ લખ્યું છે.
અઝીઝે ગ્રીન ટેરર ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલમાં ચેન્નઇ સ્થિત વૃંદાવન ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્ધારા આ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. થોડા સપ્તાહ અગાઉ અર્શી ખાને કેટલીક તસવીરો જાહેર કરી હતી જેમાં તેના શરીર પર પાકિસ્તાની ધ્વજના ટેટૂં જોવા મળી રહ્યા હતા.
નવી દિલ્હીઃઆતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા અને પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરના ખાસ માણસ ગણાતા અબ્દુલ રઝાક મોહમ્મદ અઝીઝે પાકિસ્તાની ધ્વજનું અપમાન કરવા બદલ ભારતીય એક્ટ્રેસ અર્શી ખાન અને ‘ગ્રીન ટેરર’ ફિલ્મના ડિરેક્ટર મનીષ સિંઘ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. મોહમ્મદ અઝીઝે પાકિસ્તાની ધ્વજના અપમાનને ઇશનિંદા સાથે સરખાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -