બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સ્ટારર ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લનું પ્રીમિયર 12 ઓગષ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર થશે. આ વાતની જાણકારીએ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આપી છે. જાહ્નવી કપૂરે લખ્યું, 'યુદ્ધમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા વાયુસેના અધિકારીનીની સ્ટોરી તમારી સામે રજૂ કરવાને લઈને ગર્વ થઈ રહ્યો છે. એક એવી યાત્રા જે મને આશા છે કે તમને એ રીતે જ પ્રેરિત કરશે જે રીતે મને પ્રેરિત કરી છે. ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ 12 ઓગષ્ટે આવી રહી છે.'

અભિનેત્રીએ ફિલ્મનું એક પોસ્ટર અને તસવીર પણ શેર કરી છે. 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ભારતીય વાયુસનેના લડાકૂ પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર પ્રરિત છે, અને જાહ્નવી કપૂર તેમાં મુખ્ય ભૂમિકામાં છે. સક્સેનાએ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.



શરણ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મના કલાકારોમાં પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ અનેઆયશા રજા પણ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

જ્યારે અંગદે પણ ફિલ્મની તસવીર શેર કરતા લખ્યું, ગુંજન સક્સેનાની પ્રેરણાદાયક સ્ટોરી લાવવાને લઈને રોમાંચિત અનુભવ કરી રહ્યો છે. ભારતની પહેલી મહિલા વાયુસેના અધિકાર, જે યુદ્ધ ક્ષેત્રમાં ગઈ હતી.