પૂર્વ મોડલનો આરોપ- ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો પતિ, જાણો બીજા ક્યા લગાવ્યા આરોપ
એટલું જ નહીં રશ્મિએ આરોપ લગાવ્યો કે 2016માં તેનો પતિ તેની નવી ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપાઇ ગયો હતો. બાદમાં આસિફે રશ્મિને પિયરમાંથી રૂપિયા લાવી અલગ ફ્લેટ રાખવાનું કહ્યું હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિએ આરોપ લગાવ્યો કે તેના પતિએ દોઢ વર્ષ અગાઉ એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે યુવતીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો પડ્યો હતો. 2010માં જ્યારે તે પ્રેગનન્ટ થઇ ત્યારથી તેના પતિ સાથેના તેના સંબંધ બગડ્યા હતા. તે સમયે તેના પતિના અન્ય યુવતી સાથે અફેર થઇ ગયુ હતુ. તે યુવતી તેના કઝીનની ગર્લફ્રેન્ડ હતી.
આસિફ અને રશ્મિના લગ્ન છ ઓગસ્ટ 2005માં થયા હતા. તેમને સાત વર્ષનો એક પુત્ર છે. રશ્મિનો આરોપ છે કે કેટલાક વર્ષોથી ધર્મ પરિવર્તનને લઇને તેની સાથે મારપીટ કરવામાં આવી રહી હતી. રશ્મિની ફરિયાદ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મુંબઇઃ મુંબઇની પૂર્વ મોડલે પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મોડલ રશ્મિ શહબાજકરે પતિ આસિફ શહબાજકર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મોડલ રશ્મિએ ચોંકાવનારો ખુલાસો કરતા દાવો કર્યો હતો કે તેનો પતિ ધર્મ પરિવર્તન માટે જબરદસ્તી કરતો હતો. રશ્મિનો આરોપ છે કે ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા તેની સાથે મારપીટ પણ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -