બોલિવૂડમાં એક્ટ્રેસ ફી અંગે ખોટું બોલે છે, કંગનાએ કઈ હોટ અભિનેત્રી તરફ ઈશારો કર્યો
અહેવાલ પ્રમાણે કંગનાનો ઈશારો દીપિકા પાદુકોણ તરફ હતો. ‘પદ્માવત’ દરમિયાન દીપિકાએ કહ્યું હતું કે, તેને ફિલ્મ માટે 13 કરોડ રૂપિયા મળ્યા છે, જે શાહીદ અને રણવીરની ફી કરતાં વધારે છે. જણાવી દઈએ કે, કંગનાની ફિલ્મ મણિકર્ણિકા સૌથી મોટા બજેટની એક્ટ્રેસ બેઝ્ડ ફિલ્મ છે. આ ફિલ્મ માટે કંગાનાએ 15 કરોડ રૂપિયા લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ કંગનાએ બોલિવુડ એક્ટ્રેસિઝને મળતી ફી વિશે નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું કે, “મેં ફિલ્મોમાં એક્ટર અને એક્ટ્રેસની સેલરીની અસામનતા અંગે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે એક્ટ્રેસને વધારે સેલરી મળવા લાગી ત્યારે ઘણી અભિનેત્રીઓ પોતાની સેલરી અંગે ખોટું બોલવા લાગી.”
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને નિવેદન માટે જાણીતી છે. કંગનાને બોલિવૂડમાં સાચું બોલનારી સ્ટાર ગણવામાં આવે છે. કંગના રનૌત ટૂંકમાં જ રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ મણિકર્ણિકામાં લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અંકિતા લોખંડે, અતુલ કુલકર્ણી અને સોનૂ સૂદ પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -