કરણી સેના પર આ એક્ટ્રેસે પિત્તો ગુમાવ્યોઃ કહ્યું- 'હું પણ રાજપૂત છું, ખતમ કરી દઇશ'
એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રની કરણી સેનાએ આ ફિલ્મને લઇને ફિલ્મ નિર્માતાઓને લખીને એવી ચીમકી આપી હતી કે, આ ફિલ્મમાં ઝાંસીની રાણીને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી હશે તો તેઓ તેનો વિરોધ કરશે અને તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાએ કહ્યુ કે, તેની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. પાંચ ઇતિહાસકારોએ આ ફિલ્મ જોઇ છે અને તેમણે પણ કોઇ વાંધો નથી ઉઠાવ્યો. કરણી સેનાને આ વિશે જાણ કરી દેવામાં આવી છે. આમ છતાંય તેઓ સતત મને આ ફિલ્મને લઇને પરેશાન કર્યા કરે છે પણ જો તેઓ હવે મને હેરાન કરવાનું બંધ નહી કરે તો હું કરણી સેનાનાં દરેક વ્યક્તિનો નાશ કરી દઇશ”.
નવી દિલ્હીઃ કંગના રનૌતની ઝાંસીની રાની લક્ષ્મી બાઈના જીવન પર આધારિત ફિલ્મ ‘મણિકર્ણિકા’ પર કરણી સેનાએ દીપિકા રમવીરની પદ્માવત ફિલ્મની જેમ જ સવાલ ઉઠાવ્યા છે. તેના પર કંગના રનૌતે જડબાતોડ જવાબ આપ્યો છે.
વાત એમ છે કે, કંગનાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત ફિલ્મ મણીકર્ણિકા-ધી ક્વિન ઓફ ઝાંસી- ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પણ કરણી સેના તેને સતત હેરાન કર્યા છે અને અંતે કંગનાએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને કરણી સેનાને વળતો જવાબ આપ્યો હતો કે, જો તમે હવે મને હેરાન કરવાનું બંધ નહી કરો તો હું પણ રાજપૂત છું અને હું તમને ખતમ કરી દઇશ.”.
- - - - - - - - - Advertisement - - - - - - - - -