રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી.
બેંગલુરુઃ કન્ન્ડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રમૈયા આત્મહત્યા કરી છે. તેનું શબ વૃદ્ધા શ્રમ અને રિહેબિલિટેશન સેન્ટરમાં લટકતું મળ્યું હતું. રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી. જયશ્રીના અકાળે અવસાનના સમાચારથી કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અનેક હસ્તીઓએ તેના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.