કેડિલા હેલ્થકેરે શેર બજારને જણાવ્યું કે, કોવિડની સારવારમાં ડેસીડુસ્ટેટના બીજા તબક્કાનું પરીક્ષણ સકારાત્મક રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ દવાના ઉપયોગથી રક્તકણના નિર્માણમાં વધારો થયો છે અને ઓક્સિજન સ્તરમાં પણ સુધારો થયો છે. જેના કારણે કંપનીની શેરમાં 34 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને 1969.70ની સપાટી પર પહોંચ્યો હતો.
દેશમાં કોરોના સંક્રમણની સંખ્યામાં સતત ઘટાડો થયઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 13,203 કેસ નોંધાયા હતા અને 131 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 1,06,67,736 પર પહોંચી છે. એક્ટિવ કેસ 1,84,182 છે અને 1,03,30,084 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,53,470 છે.
દેશમાં અત્યાર સુધીમાં 16,15,504 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે.