સોની ટીવી કપિલ શર્માને બાજુ પર મૂકે તેવો અહેવાલ, જાણો કોને બનાવશે કોમેડી શોનો હોસ્ટ ? કોણ લેશે સિધ્ધુનું સ્થાન?
નવજોત સિધ્ધુના સ્થાને અનુ મલિકને લાવવાની વિચારણા છે. અનુ મલિક પણ સિધ્ધુની જેમ ઈન્સ્ટન્ટ શાયરીઓ બનાવીને ફટકારવામાં માહિર છે તેથી તે સિધ્ધુની ખોટ નહીં પડવા દે એવું મનાય છે. અલબત્ત આ બધા અહેવાલોને સોની ટીવી તરફથી સત્તાવાર સમર્થન નથી. ચેનલનો પ્રયત્ન સમાધાનનો છે એ દેખીતું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ કપિલ શર્માએ સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં પ્લેનમાં બદતમીઝી કરી તેના કારણે 'ધ કપિલ શર્મા શો'ના મુશ્કેલીમાં મૂકાયો છે. આ શોનું હવે શું થશે તે મુદ્દો ચર્ચામાં છે ત્યારે એક એવી વાત બહાર આવી છે કે સોની ટીવી કપિલ શર્માને જ બાજુ પર મૂકી દેશે.
કપિલ શર્મા સાથે સોની ટીવીનો કરાર છે તેથી સોની ટીવી આ મામલે ક્યો રસ્તો કાઢવો તેની વિચારણમાં છે પણ એવા અહેવાલો છે કે સોની ટીવી કપિલ શર્માને બાજુ પર મૂકીને બીજા કલાકારોને જાળવશે અને આ શો ચલાવશે. કપિલ શર્માના સ્થાને એંકર તરીકે કોને લાવવો તેની વિચારણા પણ ચાલુ થઈ ગઈ છે.
કપિલ શર્માના માથા પર સફળતા ચડી ગઈ છે અને તે બધા કલાકારો સાથે તોછડાઈથી વર્તે છે તેવી ફરિ.દો ચેનલને લાંબા સમયથી મળી રહી છે. કપિલે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં સાથી કલાકારો સાથે કરેલા ખરાબ વર્તનના કારણે આ ફરિયાદોને સમર્થન મળી ગયું છે તેથી સોની ટીવી આ મુદ્દે ગંભીર છે.
કપિલ શર્માના શોમાં નવજોત સિધ્ધુનો પણ મુખ્ય રોલ છે પણ સિધ્ધુ પંજાબ સરકારમાં કેબિનેટ પ્રધાન બનતાં તે શોમાં ચાલુ રહી શકશે કે કેમ તે અંગે સવાલ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ અંગે કાનૂની અભિપ્રાય માગ્યો છે. આ અભિપ્રાય સિધ્ધુની વિરૂધ્ધ આવે તેવી શક્યતા છે તેથી સિધ્ધુ પણ વિદાય થશે.
સુનિલ ગ્રોવર, અલી અસગર તથા કીકુ શારદાનો સોની ટીવી સાથે કરાર હોવાથી ચાલુ રખાશે તેવો અહેવાલ છે. સાથે સાથે બીજા કલાકારોને પણ યથાવત રખાશે. આ ઉપરાંત કેટલાક નવા કલાકારોને પણ લેવાશે. ચંદન પ્રભાકરને પણ શોમાં જાળવી રખાશે. શોનું ફોર્મેટ એ જ રહેશે, માત્ર એંકર બદલાઈ જશે તેવા અહેવાલ છે.
કપિલનું સ્થાન લેવા માટે રાજુ શ્રીવાસ્તવના નામની વિચારણા થઈ રહી છે. આ ઉપરાંત કરણ જોહરનો પણ વિચાર થઈ રહ્યો છે. ટીવી ચેનલો પર આ પ્રકારના શોની શરૂઆત કરનારા શેખર સુમન તથા સાજિદનાં નામ પણ વિચારણામાં છે. સોની ટીવી કોઈ મોટા સ્ટારને પણ હોસ્ટ બનાવી શકે કે જેથી શો એકદમ પડી ના જાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -